વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો વિજય
Live TV
-
વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે દસ વિકેટે વિજય મેળવ્યો છે. તે બે ટેસ્ટમેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે. કિવિઝ પ્રથમ દાવમાં 348 રને ઓલઆઉટ થયું હતું. તેના આધારે તેને 183 રનની લીડ મળી હતી. ભારતનો બીજો દાવ 181 રને સમેટાઈ જતાં ભારતે ન્યૂઝીલેન્ડ સમક્ષ 9 રનનું નજીવું વિજયલક્ષ્ય મૂક્યું હતું, જે વિના વિકેટે હાંસલ કરીને 10 વિકેટે વિજય મેળવ્યો હતો. ગઈકાલે ત્રીજા દિવસની રમતના અંતે 4 વિકેટે 144 રન કર્યા હતા. આજે ભારતે માત્ર 47 રનમાં બાકીની 6 વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથીએ પાંચ અને બોલ્ટે ચારવિકેટ ઝડપી હતી.
