હોકી વર્લ્ડકપ 2023માં ભારતીય હોકી ટીમને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો
Live TV
-
હોકી વર્લ્ડકપ 2023માં ભારતીય હોકી ટીમને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો છે .આ હાર સાથે ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. રવિવારે રાત્રે થયેલા રોમાચંક મુકાબલામાં બંન્ને ટીમો 3-3ની બરાબરી પર હતી. જે બાદ મુકાબલો પેનલ્ટી શુટઆઉટમાં પહોંચ્યો હતો. જેમાં ન્યુઝીલેન્ડ 5-4થી જીતી ગયુ હતું. ભારતીય ટીમના ગોલ કીપર પી.આર શ્રીજેશ અને કૃષ્ણપાઠકે પેનલ્ટી શુટઆઉટમાં કુલ ચાર વખત ગોલ રોકયા હતા. તેમ છતા પણ ભારતીય ટીમને જીત હાંસલ ન થઈ શકી. આ સાથે મેજબાન ભારતનું સ્વપ્ન પૂર્ણ થયું. ન્યુઝિલેન્ડ સામે હારીને ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઈલનમાં હવે ન્યુઝીલેન્ડનો મુકાબલો ગત વખતની ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે.
