Skip to main content
Settings Settings for Dark

68મી અખિલ ભારતીય પોલીસ એથલેટિક ચેમ્પિયનશિપ હરિયાણાના પંચકુલામાં શરૂ

Live TV

X
  • 68મી અખિલ ભારતીય પોલીસ એથલેટિક ચેમ્પિયનશિપ-2019 સુધી હરિયાણાના પંચકુલામાં શરૂ થઈ..કેન્દ્રીય યુવા અને ખેલ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ ITBPના બેઝિક ટ્રેનિંગ સેન્ટરમાં પ્રતિયોગિતાનું ઉદ્ઘાટન કર્યું..

    રિજિજુએ કહ્યું કે 2028માં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ભારતને ટોપ 10માં સ્થાન અપાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારે 15 હજારથી વધારે ખેલાડીઓની ઓળખાણ કરી છે અને તેનું પ્રશિક્ષણ દેશભરમાં ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટીના 284 પ્રશિક્ષણ કેન્દ્રોમાં શરૂ કરવામાં આવ્યું છે..

    તેમણે કહ્યું કે આ લક્ષ્ય હાંસલ કરવામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય પોલીસ સંગઠનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે..તેમણે કહ્યું કે  પ્રત્યેક પોલીસ દળને અમુક રમત સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે, જેનાથી આઠ વર્ષ પછી યોજાનારી ઓલિમ્પિક રમતમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવામાં આવી શકે..

    ખેલ મંત્રીએ કહ્યું સુરક્ષા દળોમાં ખેલ પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવામાં આવશે..તેમણે એ પણ કહ્યું કે સરકાર ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓથોરિટીના અમુક કેન્દ્ર રાજ્ય સરકારોને સોંપવાનો વિચાર કરી રહી છે...તેમણે સરકાર શીત ઓલિમ્પિક ભારતમાં આયોજીત કરવાનો પ્રયાસ કરી રહી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply