7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ, ભારત અને શ્રીલંકાનો મુકાબલો, તૈયારીઓ આદરી
Live TV
-
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આગામી 7 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. T20 મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.મેચના 10 દિવસ પહેલા ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે..આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહે માહિતી આપી હતી
