BCCI ટોક્યો ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એથ્લેટ્સને પુરસ્કાર કરશે એનાયત
Live TV
-
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે નીરજ ચોપડાને રૂપિયા 1 કરોડના રોકડ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે.
ટોક્યો ઓલમ્પિક 2020માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય એથ્લીટ્સ માટે BCCIના સેક્રેટરી જય શાહે ટવીટ કરીને રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે નીરજ ચોપડાને રૂપિયા 1 કરોડના રોકડ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. સાથે જ રવિ દહિયા અને મીરાબાઇ ચાનુને 50-50 લાખની રાશિ આપવામાં આવશે. આ સાથે પી.વી.સિંધુ, લવલીના અને બજરંગ પુનિયાને 25-25 લાખની રાશિ એનાયત કરાશે. તેમજ પુરુષ હોકી ટીમને 1.25 કરોડની પુરસ્કાર રાશિ બીસીસીઆઇ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
