Skip to main content
Settings Settings for Dark

FIH હોકી વિશ્વ કપ: આજે સાંજે 7 વાગ્યે રાઉરકેલામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર

Live TV

X
  • ઓડિશાના રૂરકેલામાં રમાઈ રહેલી FIH હોકી વિશ્વ કપ સ્પર્ધામાં પૂલ ડી માં ભારત આજે ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે અન્ય એક મેચમાં સ્પેનનો મુકાબલો સાંજે 5 વાગે વેલ્સ સામે થશે. મહત્વનું છે કે આ પહેલા 13 જાન્યુઆરીના રોજ રમાયેલી FIH પુરુષોની હોકી વિશ્વકપમાં રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ખાતે ભારતે સ્પેનને ર-શૂન્ય થી પરાજય આપ્યો હતો. ભારતના વાઇસ કેપ્ટન અમિત રોદિદાસે પહેલો ગોલ કર્યા બાદ હાર્દિક સિંહે બીજો ગોલ કરી ભારતની જીતને આસાન બનાવી દીધી હતી. અગાઉ રમાયેલી અન્ય મેચોમાં ઇગ્લેન્ડે વેલ્સને પ-શૂન્યથી અને ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને ૮-શૂન્યથી તેમની પ્રથમ પુલ મેચમાં હાર આપી હતી.

    ભારતના ઓડિશામાં હોકી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. જેમાં 13 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી. તો બીજી તરફ, ભારતે આ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું. ભારત માટે સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસે ગોલ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમ પૂલ-ડીમાં છે. ભારત અને સ્પેન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આ પૂલમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply