Skip to main content
Settings Settings for Dark

IND vs ENG: ભારતની 8 વિકેટે હાર, ઇંગ્લેન્ડ સિરીઝમાં 2-1થી આગળ

Live TV

X
  • જોસ બટલર (83*) ની શાનદાર બેટિંગ અને માર્ક વુડ (31/3) ની દમદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતને 8 વિકેટે પરાજય આપી સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે રન ચેઝ કરવાનો ખેલેલો દાવ તેમના માટે ભારત સામે સફળ નિવડ્યો હતો.  પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી (77*)ની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો માર્ક વુડ બોલીંગ આક્રમણ કરીને ભારતીય બેટ્સમેનો પર ભારે રહ્યો હતો.  ભારતીય કેપ્ટન કોહલી 77 રન કરીને અણનમ રહ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.  ઈંગ્લેન્ડના જોસ બટલરે નોટ આઉટ 83 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે 8 વિકેટથી મેચને જીતીને શ્રેણીમાં 2-1થી આગળ થઈ ચુક્યુ છે. સિરીઝની ચોથી ટી20 મેચ 18 માર્ચે રમાશે.

    ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20માં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ ત્રીજી ટી-20 મેચમાં અણનમ 77 રન બનાવ્યા હતા. આ સાથે તે એવો ખેલાડી બની ગયો છે જેણે 11 વખત કેપ્ટન તરીકે 50થી વધુ વખત રન બનાવ્યા છે. વિરાટ કોહલી ટી-20માં 3,000થી વધુ રન બનાવનાર એક માત્ર ખેલાડી છે. કોહલીએ ટી-20માં 3078 રન બનાવ્યા છે. કોહલીએ 27થી વધુ વખત 50થી વધુ રન બનાવ્યા છે. જોકે વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં એક વાર પણ સદી ફટકારી શક્યો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply