IPLની 14મી સીઝનનો આજથી આરંભ, સાંજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો
Live TV
-
બન્ને ટીમે પ્રથમ વખત એકબીજા વિરુદ્ધ IPLની ઓપનિંગ મેચ રમશે
IPLની 14મી સીઝનનો આજથી આરંભ થવા જઈ રહ્યો છે, જેમાં પ્રથમ મેચ આજે ગત સીઝનના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે સાંજે 7.30 વાગ્યે ચેન્નઈમાં રમાશે. બન્ને ટીમે પ્રથમ વખત એકબીજા વિરુદ્ધ IPLની ઓપનિંગ મેચ રમશે. મુંબઈની કમાન રોહિત શર્માના હાથમાં છે અને RCBની કમાન વિરાટ કોહલીના હાથમાં છે. RCBએ અત્યારસુધી 3 ઓપનિંગ મેચ રમી છે અને તેને દરેકમાં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ 2009, 2011 અને 2016માં ફાઈનલની અંદર પણ પ્રવેશ કર્યો હતો, પરંતુ ખિતાબ જીતી શકી ન હતી.