IPLમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે
Live TV
-
IPLમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. આ સિઝનની શરૂઆતમાં, બંને ટીમો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાયા હતા, જેમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ પર છ વિકેટે જીત મેળવી હતી. તે મેચમાં મોહમ્મદ શમી, રાશિદ ખાન, બી. સાઈ સુદર્શન અને ડેવિડ મિલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.આજે બંને ટીમો ફરી એકવાર આમને-સામને થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની આ સિઝનની આ પાંચમી મેચ હશે. અગાઉ ગઈકાલે લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. 127 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 19 ઓવર અને પાંચ બોલમાં 108 રન જ બનાવી શકી હતી.
