IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જ્યારે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે
Live TV
-
IPL ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો બપોરે સાડા ત્રણ વાગ્યે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે લખનઉમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને બે વિકેટે પરાજય આપ્યો હતો. પંજાબ કિંગ્સના સિકંદર રઝાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 23 રનથી પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીએ 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
