IPL 2023: RCB એ મુંબઈને હરાવી સીઝનની શરુઆત કરી, આજે LSG અને CSK વચ્ચે મુકાબલો
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગની રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની બેંગલુરુ ખાતે મેચ રમાઈ હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગની રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની બેંગલુરુ ખાતે મેચ રમાઈ હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સે બેંગ્લુરુને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને તે મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. બેંગ્લુરુએ 172 રનનો ટાર્ગેટ 16.2 ઓવરમાં 2 વિકેટે ચેઝ કરી લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસે જ મેચને જિતાડી હતી. પાવરપ્લે સુધીમાં RCBનો સ્કોર વિના વિકેટે 53 રન હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે IPLની 26મી ફિફ્ટી ફટકારી હતી અને વિરાટ કોહલીએ પણ IPLની 45મી ફિફ્ટી ફટકારી હતી.
આજે ચેન્નાઇ સુપર કિંગ અને લખનઉ સ્પોર્ટસ જાયન્ટ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈની ટીમ પોતાની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમી હતી જે હારી ગઈ હતી. જ્યારે લખનઉ સુપર જાયન્ટની ટીમે પોતાની સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. આજે ચેન્નાઈની ટીમ લખનઉને હરાવીને પોતાની સિઝનની પ્રથમ જીત મેળવવા પુરો પ્રયત્ન કરશે.
