T20 વર્લ્ડકપ 2022 આજથી શરૂઆત, આજે શ્રીલંકા-નામીબિયા વચ્ચે ટક્કર
Live TV
-
આજથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થશે. જોકે, ટુનામેન્ટના પ્રથમ તબક્કામાં ક્વોલિફિકેશન રાઉન્ડની મેચ રમાશે. આજે પ્રથમ દિવસે બે મેચ રમાવાની છે. પ્રથમ મેચમાં શ્રીલંકાનો સામનો નામિબિયા સામે થશે. શ્રીલંકાએ તાજેતરમાં એશિયા કપનું ટાઇટલ જીત્યું છે. જેના કારણે તેનો ઉત્સાહ વધારે જોવા મળશે. બંને ટીમ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર 9.30 કલાકે શરૂ થશે. આ મેચમાં શ્રીલંકાની કેપ્ટનશીપ દાસુન શનાકા કરશે જ્યારે ગેરહાર્ડ ઈરાસ્મસ નામીબિયાની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી મેચમાં UAE અને નેધરલેન્ડની ટીમ એકબીજા સાથે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
