Skip to main content
Settings Settings for Dark

T20 World Cup 2021: ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત,અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું

Live TV

X
  • ભારતે આખરે T20 વર્લ્ડ કપ 2021માં જીતનો સ્વાદ ચાખ્યો. અબુધાબીમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું.

    આજે અફધાનિસ્તાન સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 210 રન બનાવ્યા અને જવાબમાં અફઘાન ટીમે 144 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાની જીતમાં રોહિત શર્માએ સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ 69 રનની ઇનિંગ રમી હતી. આ બંને બેટ્સમેન વચ્ચે 140 રનની ભાગીદારી થઈ હતી, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. રોહિત-રાહુલ ઉપરાંત હાર્દિક પંડ્યાએ અણનમ 35 અને રિષભ પંતે અણનમ 27 રન બનાવ્યા હતા.

    બોલિંગમાં મોહમ્મદ શમીએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. અશ્વિને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી. અશ્વિને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી. અફઘાનિસ્તાન સામેની જીત બાદ ભારત ગ્રુપ 2માં ચોથા નંબર પર પહોંચી ગયું છે અને તેનો નેટ રન રેટ હવે સકારાત્મક છે. ભારતનો નેટ રન રેટ +0.073 છે અને તે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનથી પાછળ છે. ગ્રુપમાં 4 જીત સાથે પાકિસ્તાનની ટીમ પહેલાથી જ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply