ભાજપના કાર્યોલય કમલમ ખાતે યોજાઇ બેઠક
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપની બક્ષીપંચ મોરચાની પ્રેદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અગ્રણી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં શકિત કેન્દ્રો સુંધીના સંગઠનના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી છે. સાથે નવા ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોનો સત્કાર સમારંભનું પણ આયોજન કરવામાં આવશે. આજની બેઠકમાં સરકારની બક્ષીપંચની વિવિધ યોજનાઓને બુથ લેવલ સુંધી કેવી રીતે પહોંચાડવી તેની પણ ચર્ચા થઈ છે. આગામી 12-13 એપ્રિલે ભાજપની પ્રદેશ કારોબારી સુરત ખાતે મળશે.