Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની નવી ઉદ્યોગ નીતિમાં સમીક્ષા માટે ટાસ્કફોર્સની રચના

Live TV

X
  • આ ટાસ્કફોર્સ સમિતિ ઉપરાંત MSME સેકટર વિકાસ, થ્રસ્ટ સેકટર અને મોટા ઊદ્યોગોના વિકાસ માટે,માંદા એકમોના પૂન: સ્થાપન માટે, સ્ટાર્ટઅપ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે કમિટીઓ રચવામાં આવી છે

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની તેજ રફતારથી ,ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટીનેશન બની રહેલા ,ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિમાં ,સમયાનુકુલ ,જરૂરિયાતો મુજબની બનાવવાના સૂચનો ,અભ્યાસ-સમીક્ષા માટે 10 જેટલી વિવિધ ટાસ્કફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં આવનારા સમયના ઊદ્યોગો ,અને તેને આનુષાંગિક બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ સમીક્ષા કરી ,તેને અનુરૂપ નવી ઊદ્યોગ નીતિ તૈયાર કરવાનો ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર જુદી જુદી ,10 જેટલી ટાસ્કફોર્સની રચનાને તેમણે મંજૂરી આપી છે.આ બધી ટાસ્કફોર્સ કમિટી ,વખતોવખત બેઠક યોજીને, 3 મહિનામાં ,રાજ્યના ઊદ્યોગ કમિશનરને ,ભલામણો મોકલી આપે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાની ટાસ્કફોર્સ કમિટી મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહના અધ્યક્ષપણા ,નીચે રચવામાં આવી છે. રાજ્યકક્ષાની આ ટાસ્કફોર્સ સમિતિ ઊપરાંત ,ઊદ્યોગ કમિશનરના અધ્યક્ષપણામાં, MSME સેકટર વિકાસ, થ્રસ્ટ સેકટર અને મોટા ઊદ્યોગોના વિકાસ માટે,માંદા એકમોના પૂન: સ્થાપન માટે, સ્ટાર્ટઅપ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે કમિટીઓ રચવામાં આવી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply