Skip to main content
Settings Settings for Dark

જાન્યુઆરી 2020માં અમદાવાદમાં યોજાશે પાટીદાર બિઝનેસ સમિટ

Live TV

X
  • આગામી ત્રીજી જાન્યુઆરી 2020થી પાંચમી જાન્યુઆરી 2020 દરમિયાન અમદાવાદના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે 22મો ગ્લોબલ પાટીદાર બિઝનેસ પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો.

    આગામી ત્રીજી જાન્યુઆરી 2020થી પાંચમી જાન્યુઆરી 2020 દરમિયાન અમદાવાદના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે 22મો ગ્લોબલ પાટીદાર બિઝનેસ પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. આગામી જાન્યુઆરીમાં યોજાનાર પાટીદાર બિઝનેસ સમિટમાં અનેક ઉદ્યોગ સાહસિકો તથા સાત લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે. તેમજ ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ પણ હાજર રહેશે. અહીં એક હજાર જેટલા સ્ટોલ પણ મૂકવામાં આવશે. આ કાર્યક્રમમાં સરદાર ધામની માહિતી આપતું પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ ફિલ્મ દર્શાવાઈ હતી. સાથે જ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ગ્લોબલ બિઝનેસ સમિટ પ્રમોશન કાર્યક્રમનો હેતુ વેપાર ઉદ્યોગમાં એક બીજા સાથે નેટવર્કિંગ દ્વારા પરસ્પર ઉપયોગી બનવું, નવા ઉદ્યોગ સાહસિકો ઊભા કરવા અને યુવાનોને રોજગારી પૂરી પાડવાનો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply