Skip to main content
Settings Settings for Dark

મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ છે આ વેપાર મેળો

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આ વખતે મોટી સંખ્યામાં મહિલા ઉદ્યમીઓને જોઇ શકાય છે. એક તરફ, જ્યારે મિથિલા પેઇન્ટિંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે મંજુષા પેઇન્ટિંગ હવે સાડીઓ, છત્રીઓ અને બેગમાં પણ જોઈ શકાય છે. તે જ સમયે, ખાદી પંડાલ પણ મેળામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

    મંજુષા પેઇન્ટિંગને કેનવાસ અને પેપર પેઇન્ટિંગ સુધી મર્યાદિત ન રાખતા હવે તેને સાડીઓ, ટેક્સટાઈલ, છત્રી, થેલા અને અન્ય ઉપયોગી ઉત્પાદોને દુનિયા સમક્ષ રાખનારી આ છે ભાગલપુરની અંજના કુમારી. દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા 39માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આજકાલ મંજુષા પેઇન્ટિંગની લોકપ્રિયતા જોઇ શકાય છે.

    મેળામાં બિહાર રાજ્યના એવોર્ડ વિજેતા સુનિતા ઝાની મિથિલા પેઇન્ટિંગ્સ પણ સૌને આકર્ષિત કરી રહી છે. છેલ્લા 40 વર્ષથી મિથિલા પેઇન્ટિંગ કરનારી સુનિતા ઝા મેળામાં આવીને ખૂબ જ ઉત્સાહિત છે. મેળામાં સાબરમતીની તર્જ પર ખાદી અને ગ્રામોઉદ્યોગનો પંડાલ તૈયાર કરાયો છે. એક તરફ જ્યાં વાંસની બોટલો આકર્ષણનું કેન્દ્ર છે, તો બીજી તરફ લીમડાના કાંચકો પણ એક અલગ ઓળખ નોંધાવી રહ્યો છે. ખાદીનાં ઉત્પાદનો જોતાં લોકો ખૂબ ઉત્સાહિત છે.

    ખાદી પંડાલમાં સૌથી આકર્ષક કેન્દ્ર ગાંધીજીની પ્રતિમા છે, જ્યાં તમામ ઉંમરના પ્રેક્ષકો ખૂબ ઉત્સાહિત થઈ સેલ્ફી લઈ રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply