સેન્સેક્સ 160 પોઈન્ટના વધારા સાથે બંધ
Live TV
-
શેર બજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે કારોબારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેંસેક્સ સવારે 273.72 અંકના ઉછાળા સાથે 39,009.95 પર ખુલ્યો હતો. તો સાંજે પણ શેર માર્કેટ , ઉછાળા સાથે જ બંધ થયું હતું. જેમાં સેંસેક્સ 160.48 અંકના ઉછાળા સાથે 38,896.71 પર બંધ થયો હતો. તો નિફ્ટી સવારે 62.25 અંકના ઉછાળા સાથે 11,614.75 પર ખુલ્યો હતો અને સાંજે 35.85 અંકના ઉછાળા સાથે 11,588.35 પર બંધ થયો હતો. શેરબજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટીની 50 કંપનીઓમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ઇન્ફોસિસ લિમિટેડ, યસ બેંક, સન ફાર્મા, ટાટા મોટર્સ અને ડો. રેડ્ડીસ લેબોરેટરી લિમિટેડમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો.