Skip to main content
Settings Settings for Dark

મિકેનિકને ત્યા કામ કરતા ગીતકાર કેવી રીતે ભારતીય સિનેમાજગતના ગુલઝાર બન્યા?

Live TV

X
  • આજે ગીતકાર ગુલઝારનો જન્મદિવસ, સોશિયલ મિડિયામાં શુભેચ્છાઓનો ધોધ

    જાણીતા ગીતકાર, કવિ, પટકથા લેખક , ફિલ્મ નિર્દેશક અને નાટ્યકાર ગુલઝાનો આજે જન્મદિવસ છે..દાયકાઓથી પોતાના અવાજ અને શાયરી અને સંગીતથી લોકોનું દિલ જીતી લેનાર આ મહાન વિભૂતિએ એક મિકેનિક સંપૂર્ણસિંહ કાલરા દ્વારા સિને જગતના ગુલઝાર બનવાની સફર સંઘર્ષપૂર્ણ રીતે પૂરી કરી..18 ઓગ્ષ્ટ 1934ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શીખ પરિવારમાં જન્મેલા ગુલઝાર નાનપણથી શાયરી અને સંગીતનો શોખ ધરાવતા હતા.જાણીતા સિતારવાદક રવિશંકર અને સરોદવાદક અલી અકબર ખાનના કાર્યક્રમોમાં તેઓ હંમેશા ભાગ લેતા રહ્યા..ગુલઝારનો પરિવાર અમૃતસર આવ્યા પછી અમુક વર્ષોમાં ગુલઝાર પોતાના સપનાઓને પૂર્ણ કરવા મુંબઈ ગયા..જ્યાં મિકેનિકને ત્યા કામ કરતા કરતા સમય કાઢી કવિતાઓ લખતા રહ્યા..ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં આવ્યા..પછી તેઓ વર્ષ 1961માં નિર્દેશક બિમલ રાયના સહાયક બની ગયા..અને કામ કરવાનો અવસર મળતો ગયો..ગુલઝારે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1963માં આપેલી ફિલ્મ બંદિનીનું મોરા ગોરા અંગ લઈ લે ગીત લખ્યુ..ત્યારબાદ 1971માં ફિલમ મેરે અપને નું નિર્દેશન કરવાની તક મળી..આ ફિલ્મની સફળતા બાદ ગુલઝારે કોશિષ, પરિચય, અચાનક, ખુશ્બુ, આંધી, કિનારા, નમકીન , ઈજાજત, લિબાસ, માચિસ જેવી અનેક ફિલ્મોનું પણ નિર્દેશન કર્યુ..આજે પોતાના લખેલા ગીત, શાયરી અને કવિતાઓના કારણે ગુલઝાર કરોડો લોકોના દિલોમાં સ્થાન બનાવી ચૂક્યા છે.વર્ષ 2010માં સ્લમડોગ મિલિયોનેર માં ગીત જય હો માટે ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા..વર્ષ 2004માં પદ્મભૂષણ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડ , સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.સોશિયલ મિડિયામાં ગુલઝારને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply