જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 170 કરોડના કામનું કર્યું લોકાર્પણ
Live TV
-
નરસિંહ મહેતા યુનિવર્સીટીના નવનિર્મિત ભવનનું કર્યું ખાતમુહૂર્ત - 16,900 વિદ્યાર્થીઓને , Namo E-tablet નું કરાયું વિતરણ, મુખ્યમંત્રીએ કહ્યું 'જૂનાગઢને હેરિટેજ સિટી , તેમજ સ્માર્ટ સીટી બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ'
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ ખાતે 170 કરોડની વિકાસલક્ષી વિવિધ યોજનાઓનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં નરસિંહ મહેતા યુનિવર્સીટીના નવનિર્મિત ભવનનું ખાતમુહૂર્ત કરી અને 16 હજાર 900 વિદ્યાર્થીઓને Namo E-Tablet નું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરનો સ્માર્ટ સીટી અને હેરીટેજ વારસો સચવાઈ રહે તે માટે, રાજ્ય સરકાર પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. તેમણે ખેડૂતો માટે જાહેર કરાયલી રૂપિયા 3,795 કરોડની સહાય અંગે પ્રતિક્રિયા આપી હતી.
