Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વર: રેલ્વેના ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ચોરી કરતી ગેંગની કરી ધરપકડ

Live TV

X
  • અંકલેશ્વર અને પાનોલી વચ્ચે રેલ્વેની સિગ્નલિંગ સિસ્ટમના  માઇક્રોવેવ ટાવરના ઇન્વર્ટરની બેટરી તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ચોરી કરતી ગેંગની પોલીસે ધરપકડ કરી છે.આ ચોર ગેંગ બેટરીઓની ચોરી કરી ભાગી છૂટી હતી.અંકલેશ્વર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.રેલવે પોલીસ અને સીટી પોલીસના સહિયારા આ મિશનને ગણતરીના કલાકમાં જ પાર પાડવામાં આવ્યું હતું.અંકલેશ્વરના લક્ષ્મણ નગર પાસેથી પોલીસે 5 શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જેમાં ભંગારનો ધંધો કરતો લક્ષ્મણ નગરના રાધેશ્યામ ગોરધન કુમાવત, વિજયનગરમાં રહેતા બહાદુર મનોહરસિંહ રાઠોડ, રમેશનાથ રાજુનાથ મહારાજ , શંકરસિંહ ડાલુરામ કુમાવત ,તેમજ  પવન તેજમલ કુમાવતની ધરપકડ કરી હતી.આ શખ્સો પાસેથી  રેલ્વે  સિગ્નલની 2 લાખ 40 હજારની કિંમતની 48 નંગ  બેટરી  તેમજ  3 લાખ 50 હજારની બોલેરો પીકઅપ મળીને કુલ રૂપિયા 5 લાખ 90 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply