અરવલ્લી: જિલ્લાના 6 તાલુકાના 30 સેન્ટરો પર મોટી સંખ્યામાં રસીકરણ
Live TV
-
કોરોના મહામારીને નાથવા માટે સમગ્ર દેશમાં હાલ યુદ્ધના ધોરણે વેક્સિનેશન ચાલી રહ્યું છે.અને સરકાર પણ રસીકરણ માટે લોકોને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના 30 સેન્ટરો પર મોટી સંખ્યામાં રસીકરણ થઈ રહ્યું છે.જેમાં 18થી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે.આ રસીકરણ PHC અને CHCમાં હાથ ધરાયું છે.જિલ્લાના 30 સેન્ટરોમાં દરેક સેન્ટર પર દરરોજ 200 ડોઝ ફાળવવામાં આવી રહ્યા છે.જિલ્લામાં રોજના 6 હજાર જેટલા ડોઝ ફાળવવામાં આવી રહ્યા છે તો વેક્સિનને લઈ લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે.જેના કારણે કોરોના સંક્રમણ પણ સતત ઘટી રહ્યું છે.
