અમદાવાદ: ગરમી અને ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો
Live TV
-
દેશ અને રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે તેની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઘણા સમયથી ગરમી અને ઉકળાટ અનુભવી રહેલા લોકોમાં એક ઠંડક અનુભવ કરી રહ્યા હતા અને ધરતીપુત્રો પણ ખુશી અનુભવી રહ્યા હતા . એક સાથે આવેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા સાથે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.વીજળીના ચમકારા વચ્ચે વરસેલા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.જૂના અને નવા અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના નિકોલ, નરોડા, બોપલ, શ્યામલ, એસ.જી.હાઈવે, સી.જી.રોડ, માનસી સર્કલ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ભારે ગરમી અને બફારા વચ્ચે આવેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.તો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો હતો.
