Skip to main content
Settings Settings for Dark

કચ્છ:ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે

Live TV

X
  • ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ હોવાથી તેમા ખલેલ ન પડે તે માટે આ અભયારણ્ય બંધ કરવામાં આવ્યુ

    ગુજરાતમાં  વિવિધ અભ્યારણ્યો આવ્યા છે. રાજ્યની ભૌગોલિક વિવિધતા પણ ઘણીજ છે અને સરકાર પણ હરહંમેશ વન્યજીવ સંરક્ષણ અને વન્યક્ષેત્રના વિકાસ માટે કાર્યરત છે અને તેમના વિકાસ માટે વિવિધ પગલાં પણ લઇ રહ્યા છે કોરોના મહામારીમાં લોકોની અવર જવર પણ ઓછી થઇ રહી છે અને આથી આવકમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. સાથે પ્રાણીઓના બ્રીડીંગ પિરિયડ નો સમય હોવાથી ત્યાના સમયમાં અભ્યારણ્ય બંધ રાખવામાં આવ્યું છે. કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ  આ વર્ષે લોકડાઉન રહેતા પર્યટકોની સંખ્યા ઓછી થઇ છે. જેને કારણે અભયારણ્યની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા થયો છે. આ અભયારણ્ય ગઈકાલથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ હોવાથી તેમા ખલેલ ન પડે તે માટે આ અભયારણ્ય બંધ કરવામાં આવ્યુ છે. બાદમાં 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે આ અભયારણ્ય રાબેતા મુજબ ગાઈડલાઈન સાથે ખોલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply