અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, 14 જૂનથી તમામ યાત્રિકોને નિઃશુલ્ક ભોજન
Live TV
-
યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લઈ વર્ષોથી ચાલતી અંબિકા ભોજનાલયમાં આવતીકાલ 14 જૂન થી તમામ યાત્રિકોને નિઃશુલ્ક ભોજન આપવા સદાવ્રત શરૂ કરી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ આ ભોજનાલયમાં દર વર્ષે 18 થી 20 લાખ શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન પ્રસાદ પીરસતું હતું. મંદિર ટ્રસ્ટે રૂપિયા બે ના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની આ વ્યવસ્થા શરૂ કરી હતી જે આજની ભારે મોંઘવારીમાં પણ માત્ર રૂપિયા 16 માં રાહત દરે ભરપેટ ભોજન યાત્રિકોને જમાડ્યું છે. હવે જય જલિયાણ ફાઉન્ડેશનના સહયોગથી માઇ ભક્તોને કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહ્યું છે જેની તમામ વ્યવસ્થાઓ સજ્જ કરી દેવામાં આવી છે.
હાલનાં તબક્કે આ ભોજનાલયમાં સવારે 10 થી 3.30 સુધી અને સાંજે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ભક્તોને વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રસાદ જમાડવામાં આવશે આ ભોજનાલયમાં બે વિશાળ હોલમાં યાત્રિકોને જમવાની વ્યવસ્થા કરાઈ છે જેમાં 400 યાત્રિકો એક સાથે જમી શકે છે પણ કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં લઈને સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 50 ટકા લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે જોતા એક સમયની ભોજન વ્યવસ્થામાં 3500 જેટલા ભક્તો ભોજનનો લાભ લઈ શકશે. ભોજનમાં સવારે રોટલી, શાક, દાળ, ભાત અને પાપડ તો સાંજે કઢી, ખીચડી, ભાખરી, શાક અને ફરસાણ પીરસવામાં આવશે સાથે રવિવાર અને પૂનમનાં દિવસે મિષ્ટાનનો પ્રસાદ પણ અપાશે જેના માટે ખાસ કરીને યાત્રિકોના ઘસારાને પહોંચી વાળવા ભોજન બનાવા માટેના ઓટોમેટિક સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમ વીરપુરના જલારામ મંદિરએ સદાય સદાવ્રત ચાલે છે તે રીતે હવે યાત્રાધામ અંબાજીમાં પણ જલારામના ભક્ત એવા જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલન કરાશે આ એતિહાસિક વ્યવસ્થા આવતી કાલે 14 જૂને સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓને જમાડી સદાવ્રતનો સુભારામ કરાશે જેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
