Skip to main content
Settings Settings for Dark

ડાંગ: વઘઇ ખાતે આવેલ બોટોનીકલ ગાર્ડન પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું

Live TV

X
  • ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આવેલ બોટોનીકલ ગાર્ડન સ્થાનિક તંત્ર દ્વારા કોવિડ-19 ની ગાઇડ લાઇન મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું. કોરોના મહામારીને લઇ વધુ સંક્રમણ ના ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે ડાંગ જીલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા તેના કારણે બોટોનીકલ ગાર્ડન પર પણ તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો. આ કારણે બોટોનીકલ ગાર્ડન સહીત જીલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓએ પાછા ફરવાનો વારો આવી રહ્યો હતો પણ હાલ સરકાર દ્વારા આપેલી છુટછાટ મુજબ સ્થાનિક તંત્રએ ડાંગ જીલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસે આવતા સહેલાણીઓના હિતને ધ્યાને રાખીને પરવાનગી મળતા જ બોટોનીકલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે જેને લઇ સહેલાણીઓમાં આનંદની લહેરખી જોવા મળી રહી છે. હાલ તકેદારીના ભાગ રૂપે બોટોનીકલ ગાર્ડન જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સરકારની ગાઇડ લાઇન મુજબ ફરજીયાત માસ્ક પહેરવુ અને સોશિયલ ડીસ્ટનસની લક્ષરેખાનું પાલન કરવા માટે દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply