ડાંગના ખેડૂતો સફેદ મૂશળીની ખેતીથી મેળવી રહ્યા છે ઓછી મહેનતે વધુ આવક
Live TV
-
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો ડાંગ જિલ્લો વન ઔષધિના વાવેતર માટે પ્રખ્યાત છે. ડાંગ જીલ્લાના મોટા ભાગનાં ખેડૂતો ઔષધીય પાકની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે. હાલ ડાંગમાં દસ દિવસથી વરસાદ વરસતા ડાંગના ખેડૂતો સફેદ મૂશળીના વાવેતરમાં જોતરાયા છે. તેમને ઓછી મહેનતે વધુ આવક મૂશળીની ખેતીમાંથી મળે છે. વઘઇ તાલુકાનાં ભવાડી ગામના મોટા ભાગનાં ખેડૂતો સફેદ મૂશળીની ખેતીના કામમાં જોડાયેલા છે. મૂશળીની વાવવા માટે ખેડૂતોએ ખાસ પ્રકારના ગાદી ક્યારા બનાવ્યા છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઔષધી તરીકે સફેદ મૂશળીનો પાઉડર તેમજ મુશળીની ગાંઠની ખૂબ માંગ રહે છે અને સફેદ મૂશળી પ્રતિ કિલો 4 હજાર રૂપિયાના ભાવથી વેચાય છે જ્યારે તેનું બિયારણ પ્રતિ કિલો 350 રૂપિયામાં વેચાય છે. નોંધનીય છે કે ડાંગના ખેડૂતો પહેલા પરંપરાગત ખેતી કરતા હતા પરંતુ આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલતા સેમિનારનો લાભ લઇને આધુનિક રીત શીખીને તેઓ નવતર પાકથી બમણી આવક મેળવી રહ્યા છે.
