દ્વારકા : મંદિરના દ્વાર બે માસ બાદ ખુલતાં ભાવિકોથી દ્વારકા વાસીઓના વેપાર-ધંધામાં આવી તેજી
Live TV
-
જગત મંદિરના દ્વાર બે માસ બાદ ખુલતાં જ દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોથી દ્વારકા વાસીઓના વેપાર-ધંધામાં તેજી આવી છે. ત્યારે યજમાન વૃત્તિ કરતા ભું-દેવોના યજમાનો દ્વારકા આવતા તેમના વ્યવસાયમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આકરો ઉનાળો તપી રહ્યો હોવાથી મંદિર પરિસરમાં કાર્પેટ અને તાપથી બચવા મંડપો બાંધવામાં આવ્યા છે. હાલ દર્શન માટે મંદિર પરિસર બહાર બજારો સુધી ભક્તો લાઈનોમાં ઉભી દર્શન કરી રહ્યા છે. લાંબા સમય બાદ દ્વારકાના બજારોમાં રોનક દેખાય રહી છે. સવારે મંગલા આરતીથી રાત્રે શયન સ્તુતિ સુધી ભાવિકોની લાઈનો દર્શન માટે જોવા મળી રહી છે.
