Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ :  55 લાખના ખર્ચે તૈયાર કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું પ્રવાસન મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું 

Live TV

X
  • ગીર સોમનાથનાં સુત્રાપાડા ખાતે આવેલી જી.એચ.સી.એલ કંપનીનાં અનુદાનથી કોડીનારનાં ડોળાસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યાધુનિક ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટનું પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ થયું. કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે અત્યંત ઘાતક પુરવાર થઈ હતી. જેમાં ખાસ કરીને દર્દીઓ માટે ઓક્સિજનની માંગ મોટી માત્રામાં ઉઠી હતી. તેમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં એક પણ મોટો ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી આ બંને જિલ્લાનાં કોવિડ દર્દીઓની સ્થિતિ ગંભીર હતી. તેવામાં ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ હતા. તેવામાં ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા ખાતે આવેલી જી.એચ.સી.એલ કંપનીએ અંદાજે 55 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયુ છે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 24 કલાક અતિ ગંભીર 25 થી 35 દર્દીઓને ઓક્સિજન સપ્લાય પૂરો પાડી શકાશે. જે પ્લાનટનુ લોકાર્પણ મંત્રી જવાહર ચાવડાનાં હસ્તે થયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply