Skip to main content
Settings Settings for Dark

આણંદ : હાડગુડ ખાતે નવસર્જન ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ યોજાયો 

Live TV

X
  • દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

    14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસના દિવસે રક્તદાન કરવા માટે કેટલીય જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આણંદ જિલ્લાના હાડગુડ ખાતે નવસર્જન ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો. જેમાં 60 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. હાડગુડ પ્રાથમિક શાળામાં યોજાયેલી રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. કોરોનાકાળમાં રક્તદાન શિબિરના માધ્યમથી એકત્ર કરવામાં આવેલું લોહી અનેક લોકોની જિંદગી બચાવવા ઉપયોગી સાબિત થઇ શકે છે. તેથી ગ્રુપના તમામ સભ્યોએ વધુમાં વધુમાં લોકોને આજના દિવસથી રકતદાન માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ વિશ્વમાં જરૂર મુજબ બ્લડ ઉપલબ્ધ કરવાનો છે. જો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે તો લોહીની ઉણપને કારણે કોઇ વ્યક્તિનું મૃત્યુ થશે નહીં અને કેટલાય લોકોને જીવનદાન મળી શકશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply