Skip to main content
Settings Settings for Dark

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં 507 દર્દીઓની સર્જરી કરવાનો નવો રેકોર્ડ સર્જાયો

Live TV

X
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસમાં મ્યુકરમાઇક્રોસીસના 507 દર્દીઓની સર્જરી કરવાનો એક નવો જ રેકોર્ડ સર્જાયો છે. સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય પણ ન થયા હોવાનુ ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રી જણાવ્યું હતું. સતત 12 કલાકમાં 5 ઓપરેશન થિયેટરમાં રોજની 20થી વધુ સર્જરી કરાતી હતી. જોકે હવે  મ્યુકરમાઇક્રોસીસના નવા કેસમાં સતત ઘટાડો થતા 60 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરના અંતમાં મ્યુકરમાઇક્રોસીસના કેસની લહેર આવતા એક સાથે અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા  હતા. ત્યારે તેમના માટે વહેલી તકે નિદાન, સારવાર અને સર્જરી કરવી એ ખૂબ જ મોટો પડકાર હતો. પરંતુ સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને જરૂરી ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી આટલી મોટી સંખ્યામાં સફળતાપૂર્વક દર્દીઓની સારસંભાળ રાખવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply