અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હુન્નર હાટને ખુલ્લું મૂક્યું
Live TV
-
અમદાવાદમાં આવેલા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કેન્દ્રિય લઘુમતી કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ હુનર હાટને ખુલ્લું મુક્યું હતું. આ હુનર હાટ 15 ડિસેમ્બર સુધી ચાલશે. જેના આધારે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા હાથ કારીગરોને રોજગારી પુરી પાડવામાં આવશે.
ખાસ કરીને મહિલા હસ્ત કારીગરો દ્વારા પણ મહિલાઓના ઉપયોગની વસ્તુઓને વેચાણ અર્થે રાખવામાં આવી છે. લધુમતી કાર્ય મંત્રાલય દ્વારા આયોજીત આ હુનર હાટમાં ગુજરાત ઉપરાંત આસામ, આંધ્ર પ્રદેશ, કેરળ, જમ્મુ કાશ્મિર, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યોમાંથી લુપ્ત થતી કળાઓને પણ રજુ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની ટીખુ કલાને અમદાવાદમાં પ્રથમ વખત રજુઆત કરવામાં આવી છે. તો કેરળથી નાળિયેરની બનાવેલી ચીજવસ્તુઓ પણ લોકોએ પસંદ કરી હતી. મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યું કે દેશના વિભિન્ન રાજ્યોમાં મંત્રાલય દ્વારા હુનર હાટનું આયોજન કરાતા હસ્ત કારીગરોને વેચાણમાં ખૂબ જ લાભ થઇ રહ્યો છે. હુનર હાટ શિલ્પકારો માટે પણ એમ્પાવરમેન્ટ એક્સચેન્જ સાબિત થઇ રહ્યું છે.
