જૂન 2020થી સુરતમાં અંદાજે 12,000 કરોડના ખર્ચે મેટ્રો રેલવેનું કામ થશે શરૂ
Live TV
-
સુરતમાં 40.35 કીલોમીટર લાંબી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી આગામી જૂન મહિનાથી થશે શરૂ - અંદાજે બાર હજાર કરોડનો પ્રોજેક્ટ જૂન-2024 સુધી પૂર્ણ થાય તેવું આયોજન - મેટ્રો પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મેટ્રો રેલની કામગીરીની એક સમીક્ષા બેઠક યોજાઈ ગઇ. આ સમીક્ષાના અહેવાલ મુજબ સુરત મહાનગરપાલિકા મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ જૂન 2020થી શરૂ કરાશે.
આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટમાં સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિલોમીટર જેમાં 14 એલીવેટેડ સ્ટેશન્સ અને ભેસાણથી સરોલી 18.74 કિલોમીટર જેમાં 18 એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રો રેલ કામગીરીના પ્રથમ તબક્કાના ટેન્ડર નજીકના ભવિષ્યમાં બહાર પડશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પેોરેશનના એમડી, એસએસ રાઠોડે આ પ્રોજેક્ટ અંગેની તમામ વિસ્તૃત વિગત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથન, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી સહિત મેટ્રો કોર્પોરેશનના અધિકારી હાજર રહ્યાં હતા.
