Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનને બેસ્ટ સીવિક મેનેજમેન્ટ ટુરીસ્ટ ડેસ્ટિનેશનનો એવોર્ડ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ નિમિત્તે પર્યટન પુરસ્કાર કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું.

    અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનને બેસ્ટ સીવિક મેનેજમેન્ટ ઓફ ટુરીસ્ટ ડેસ્ટિનેશનનો એવોર્ડ મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ નિમિત્તે પર્યટન પુરસ્કાર કાર્યક્રમને  ઉપરાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું.

    આ ઉપરાંત તેમણે પર્યટન વિકાસ ક્ષેત્રમાં પ્રથમ પુરસ્કાર આંધ્રપ્રદેશ, દ્વિતીય પુરસ્કાર ગોવા અને તૃતિય પુરસ્કાર કેરળને આપ્યો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ ભારતને આ વખતનું યજમાન દેશ પસંદ કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, પર્યટન દિવસની થીમ ટૂરિઝમ એન્ડ જોબ બેટર ફીચર ફોર ઓલ દ્વારા દુનિયાભરમાં રોજગાર સર્જનમાં વધારો કરી શકાશે.

    ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસન ઉદ્યોગની વાત કરીએ તો ભારતમાં વિશ્વના સાતમા ક્રમનો પ્રવાસન ઉદ્યોગ છે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા જે રીતે સરકારે પગલાંઓ ભર્યા છે. તેનાથી પ્રવાસન ક્ષેત્રમાં તક વધી છે. ઉપરાંત તે સંબંધિત રોજગાર પણ વધ્યો છે. આ પગલાંથી અર્થવ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. સાથે સાથે લોકોના અભિગમમાં પણ બદલાવ આવ્યો છે. પ્રવાસનના પગલે લોકોના જીવન ધોરણમાં પણ આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આપણા દેશમાં વિવિધ રાજ્યો છે. તેમાં અલગ અલગ કલ્ચર, રીત રીવાજ, પરંપરાથી , પ્રવાસીઓ જાણકાર બને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-03-2025 Max Temp : °C Min Temp : °C
apply