સુરતના દિવ્યાંગ બુરહાનુદ્દીને વધાર્યુ દેશનું ગૌરવ
Live TV
-
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ પંક્તિને સાર્થક કરી બતાવી છે સુરતના 14 વર્ષીય બુરહાનુદ્દીને....બુરહાનુદ્દીન રમવાની તો દૂરની વાત ચાલવામાં પણ સક્ષમ ન હોવાની વાત ડોક્ટરે કરી હતી...પંરતુ દ્રઢ નિશ્ચય અને સખત મહેનતના કારણે આજે બુરહાનુદ્દીન ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશ સહિત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે...
ખુદાઈ કો કર બુલંદ ઇતના...કી હર તકદીર લિખને સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે...બતા તેરી રઝા કયા હૈ...? સુરતના 14 વર્ષીય બુરહાનુદ્દીન આ પંક્તિને સાર્થક કરે છે. બુરહાનુદ્દીન નામના યુવાને રશિયામાં આયોજિત એશિયન પેસિફિક યુથ ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. બુરહાનુદ્દીને ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરી તેમાં મેડલ મેળવ્યા છે...મહત્વનું છે કે, બુરહાનુદ્દીન જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેના થાપાનું હાડકું સાંધામાંથી છટકી ગયું હતું. તે સમયે તબીબોએ એવું કહ્યું હતું કે, તે ક્યારેય સરખો ચાલી પણ નહીં શકે...પરંતુ બુરહાનુદ્દીને સખત મહેનત અને પરિશ્રમ કરી રમતમાં ધ્યાન કેન્દ્રીત કર્યું અને આજે એકબાદ એક સફળતાઓ મેળવી રહ્યો છે...
છ મહીના સુધી શરીર પર પ્લાસ્ટર સાથે પથારીવશ રહેનાર બુરહાનુદ્દીન સામાન્ય રીતે ચાલી પણ શકશે નહીં તબીબોની તેવી આશંકાને ખોટી સાબિત કરી છે. બુરહાનુદ્દીન જ્યારે ઉઠ્યો ત્યારથી આજદિન સુધી આરામ કર્યો નથી. બુરહાનુદ્દીન અંડર-15 બોર્ન એન્ડ આફટર 2005માં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના રેન્કિંગમાં ટોપ 10માં હતો...આ ઉપરાંત બુરહાનુદ્દીનને સ્ટેટ લેવલમાં 12 મેડલ, 2 ઈન્ટરનેશનલ મેડલ, ખેલ મહાકુંભમાં મેડલ અને 6 વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે.
આમ ટેબલ ટેનિસ ખેલાડી બુરહાનુદ્દીન ચાલવા સક્ષમ ન હોતો..તે આજે આંતરાષ્ટ્રીય ખેલાડી બની વિદેશોમાંથી મેડલ્સ લઈ આવી રહ્યો છે. અને દેશ સાથે રાજ્યનું નામ રોશન કરી રહ્યો છે.