ઓટોમેટિક વેધર સ્ટેશન-ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા CMની મંજૂરી
Live TV
-
82 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવશે, 50 પ્રવર્તમાન સ્ટેશન કરશે અપગ્રેડેશન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં અસરકારક અને સુદ્રઢ વોટર રીસોર્સીસ મેનેજમેન્ટની વિવિધ કામગીરી માટે રિયલ ટાઈમ ઈન્ફરમેશન સિસ્ટમ માટે 82 નવા ઓટોમેટીક વેધર સ્ટેશન ઉભા કરવા ઉપરાંત પ્રવર્તમાન 50 ઓટોમેટીક સ્ટેશન્સનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. રાજ્યની નદીઓ તેમજ મોટા જળાશયો ડેમ પરના પાણીના સ્તરની જાણકારી પણ રીયલ ટાઈમ અને આપોઆપ મળી રહે તે માટે 104 નદીઓ તથા 76 મોટા જળાશયો અને ડેમ પર ઓટોમેટીક વોટર લેવલ રેકોર્ડર નાખવામાં આવશે. રાજ્યમાં સર્ફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકારે કુલ રૂપિયા 101 કરોડ આઠ વર્ષના સમયગાળા માટે 100 ટકા ગ્રાન્ટ તરીકે ગુજરાત માટે મંજુર કરેલા છે.