Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર બન્યા શિક્ષક

Live TV

X
  • દાખલા ગણાવી કર્યું શૈક્ષણિક મુલ્યાંકન

    રાજ્યમાં કલેકટરની બદલી થયા બાદ અરવલ્લી જિલ્લામાં નવનિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર મોટા ભાગનો સમય કલેકટર કચેરી વિતાવી લોકોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરી રહ્યા છે.

     

    અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર મેઘરજના નવાગામ ગ્રામ પંચાયતની દફ્તર તપાસણી માટે ઓચિંતી મુલાકાતે ગયા હતા, તે સમય દરમિયાન તેઓ નવાગામ ખાતેની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમય દરમિયાન શાળાના બાળકોને વિવિધ શૈક્ષણિક પ્રશ્નો પૂછી મુલ્યાંકન કર્યું હતું. શાળાની મુલાકાત સમયે કલેક્ટર શિક્ષક બનીને બાળકોને ગણિતના દાખલા ગણાવ્યા હતાં. આ સાથે જ તેઓ આંગણવાડી બાલ મંદિરના બાળકો સાથે મુલાકાત કરી હતી જ્યાં પ્રાથમિક શાળામાં વ્યવસ્થા, સ્વચ્છતા નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓની મુલાકાત કરી બાળકોને માર્ગદર્શન દર્શન પુરૂ પાડ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2025 Max Temp : °C Min Temp : °C
apply