પહેલી ઓક્ટોબરથી મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે
Live TV
-
ડુંગળીના સ્ટોક અંગે સરકાર તપાસ કરશે : કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા
રાજકોટ આઇટીઆઇ કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 60 થી વધુ કંપનીને બોલાવીને યુવાનોને સ્થળ પર નોકરી મળી રહે તેવા હેતુથી આ આયોજન કરાયું હતું. આ રોજગાર મેળામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી જયેશ રાદડિયાએ મગફળી અને ડુંગળી અંગે જણાવ્યું હતું કે , રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે એ માટે મગફળીના ટેકાના ભાવ 1018 રૂપિયા જાહેર કર્યા છે. જેનું રજિસ્ટ્રેશન ૧ ઓક્ટોબર થી શરૂ થશે અને દિવાળી બાદ લાભપાંચમથી સરકાર દ્વારા 125 કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરાશે. જ્યારે અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ડુંગળીના ભાવ વધ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકાર સ્ટોક અંગે પણ તપાસ કરી યોગ્ય નિર્ણય કરશે.