ડિસેમ્બર 2021 સુધીમાં લોન્ચ કરાશે ગગનયાન
Live TV
-
ઈસરોનાં ચેરમેન કે શિવાન અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. INAC-4 કોન્ફરન્સ 2019નાં ઉદ્ધાટન પ્રસંગે તેઓ અહીં આવ્યા હતા.
ઈસરોનાં ચેરમેન કે શિવાન અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. INAC-4 કોન્ફરન્સ 2019નાં ઉદ્ધાટન પ્રસંગે તેઓ અહીં આવ્યા હતા. આ દરમિયાન તેમણે સ્પેસ એપ્લિકેશન સેન્ટરની મુલાકાત કરી હતી. જ્યાં સ્પેસ અને અંતરીક્ષને લગતી વિવિધ ટેકનોલોજીની નેશનલ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું હતું. બે દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સ અંગે ઈસરોનાં ચેરમેન કે શિવાને ગગનયાન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 સુધીમાં ગગનયાન લોન્ચ કરવામાં આવશે. જે માટે કુલ 12 એસ્ટ્રોનેન્ટની ટીમને તાલીમ માટે રશિયા મોકલવામાં આવશે. આ 12 એસ્ટ્રોનેટ પૈકી ત્રણને રશિયા ગગનયાન માટે પસંદ કરશે. આ પ્રસંગે મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા ઈસરોમાં યશસ્વી યોગદાન આપનાર વૈજ્ઞાનિકોનું સન્માનપત્ર અને શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ મેગેઝીનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.