Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ બંદરના વિકાસ માટે જાહેર કરી નવી પોર્ટ પોલિસી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંદરીય પ્રવૃત્તિ-પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણ પ્રેરિત કરવા નવી પારદર્શી પોર્ટ પોલિસી જાહેર કરી છે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કરીને રાજ્યના 1600 કિલોમીટર લાંબા-વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ-પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણ પ્રેરિત કરવા નવી પારદર્શી પોર્ટ પોલિસી જાહેર કરી છે. આ પોલિસી અંતર્ગત પ્રવર્તમાન કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વગર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે.

    ગુજરાત મેરીટાઇમ બોર્ડ સમયાંતરે એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ-EOI બહાર પાડશે. આ પોલિસી મુજબ નવા સાહસિકોએ ઓછામાં ઓછું રૂ. 300 કરોડ મૂડીરોકાણ અને પાંચ મીલીયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવી પડશે. કેપ્ટીવ જેટીનું મૂલ્યવર્ધન અને નવા રોકાણોથી ક્ષમતાવર્ધન થશે. આધુનિકરણ અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ અને ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની તક મળતી થશે.

    કેપ્ટીવ જેટી પરના નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે. રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલીંગમાં ગુજરાતનો સંભવિત હિસ્સો 41 %થી વધીને, 46 % થશે અને પોર્ટના વિકાસની વ્યૂહરચનાને પ્રોત્સાહન મળશે. આ પોલિસીથી રૂ. 70,000 કરોડથી વધુનો આર્થિક લાભ થઇ શકે છે અને માળખાગત સુવિધાઓમાં રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ શકય બનશે. આ પોલિસી દ્વારા સંભવિત રોજગારની 25,000 થી વધુ તકોનું નિર્માણ થશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-03-2025 Max Temp : °C Min Temp : °C
apply