Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં MIS-C અને મ્યુકોર માઈકોસીસના કેસ, 456 જેટલા દર્દીઓની સર્જરી કરાઈ

Live TV

X
  • કોરોનાથી સાજા થયા બાદ જોવા મળતા MIS-C અને મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે. MIS-C ના કેસ બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

    રાજ્યમાં પહેલા કોરોના પછી મ્યુકરમાઈકોસિસ અને હવે MIS-C એટલે કે મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રનના કેસ વધી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 મહિનામાં 10 બાળકો MIS-Cની સારવાર લીધી હતી. 

    MIS-Cના રોગોના લક્ષણોઃ
    સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યુ કે, બાળકોના શરીર પર લાલ ચકામા પડી જાય, બાળકોને શરીરમાં જુદા-જુદા ભાગે સોજા આવે, ઠંડી સાથે 3 દિવસ કરતાં વધુ દિવસથી તાવ આવે, બાળકોની આંખો લાલ થઈ જાય, બાળકોને ઝાડા-ઉલટી થાય, શરીરમાં ખૂબ અશક્તિ આવી જાય, પેટમાં દુખાવો થાય કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ લક્ષણો જે બાળકોમાં દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને બાળકની સારવાર ચાલુ કરવી જોઈએ. 

     

    અમદાવાદ સિવિલમાં મ્યુકોર માઈકોસીસની સ્થિતિઃ
    મ્યુકોર માઈકોસીસ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યો છે. એપ્રિલ અને મે મહિનામાં 700થી વધુ મ્યુકોર માઈકોસીસના દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 456 જેટલા દર્દીઓનાં ઓપરેશન કરાયા છે. કોરોનાની પ્રથમ લહેરમાં સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા મ્યુકર માઇકોસીસના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં વધેલા કોરોનાના  કેસ તેમજ વાયરસના ડબલ મ્યુટન્ટના કારણે મ્યુકર માઇકોસીસના કેસમાં વધારો થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું માનવું છે. 

    મ્યુકોર માઈકોસીસ રોગ સામે સામાન્ય તકેદારી અને દેખરેખ રાખવામાં આવે અને સમયસર સારવાર મેળવવામાં આવે તો ચોક્કસપણે આ રોગના ગંભીર પરિણામોથી બચી શકાય છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply