Skip to main content
Settings Settings for Dark

નલ સે જલ યોજનાઃ ખેડબ્રહ્માના ભીમ પગલા ગામે આઝાદી બાદ પ્રથમ વખત નળમાંથી પાણી આવ્યું

Live TV

X
  • રાજ્ય સરકારની ઘરે-ઘરે પાણી પહોંચાાડવાની નલ સે જલ યોજના હેઠળ કામગીરી થઈ રહી છે જેમાં ઘણા ગામોમાં પાણી માટેની પાઈપ લાઈનો નાખીને ઘરે ઘરે પાણી પહોંચાડાઈ રહ્યુ છે.

    રાજ્ય સરકારની ઘરે-ઘરે પાણી પહોંચાાડવાની નલ સે જલ યોજના હેઠળ કામગીરી થઈ રહી છે જેમાં ઘણા ગામોમાં પાણી માટેની પાઈપ લાઈનો નાખીને ઘરે ઘરે પાણી પહોંચાડાઈ રહ્યુ છે.

    સાબરકાંઠના ખેડબ્રહ્માના ભીમ પગલા ગામમાં આઝાદી મળી ત્યારથી પાણીની તંગી હતી. ગામની મહિલાઓને દાયકાઓથી પાણી લેવા માટે ચાલીને જવું પડતું હતું અને પાણીના સ્ત્રોત તરીકે ગામના અન્ય કૂવઓ પર આધાર રાખવો પડતો હતો. ઘણી યોજનાઓ સરકારે લાવી પણ તેનું યોગ્ય અમલીકરણ ન થતાં ગામમાં હમણાં સુધી પાણી તંગી હતી. 

    આવા જ ગામડાઓની પાણીની તંગી દૂર કરવા માટે સરકારની નલ સે જલ યોજનાનો લાભ ખેડબ્રહ્મા તાલુકાની  ગઢડા શામળાજી ગૃપ ગ્રામ પંચાયતે લીધો છે.  ગઢડા શામળાજી ગૃપ ગ્રામ પંચાયતના ભીમ પગલા ગામમાં 5 લાખ રુપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવાઈ છે. આ સાથે ઘરે-ઘરે નળના જોડાણ માટે પાઈપલાઈન નાંખીને દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યુ છે. આઝાદી બાદ પ્રથમ વખતે ઘરે-ઘરે નળથી પાણી આવતાં ગામના લોકોમાં ખુશીનો માહોલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply