ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દઃ કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો
Live TV
-
ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં CBSEએ ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી હતી. ત્યાર બાદ હવે ગુજરાત સરકારે કેન્દ્રના નિર્ણય પ્રમાણે ધોરણ 12 ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે CBSEએ ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી છે તે મુદ્દે પણ ચર્ચા કરઈ હતી અને રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ મુદ્દે કેન્દ્રના નિર્ણય અંગે મંથન કર્યુ હતું. મંથન કર્યા બાદ કેબિનેટમાં કોરોના મહામારીને ધ્યાને લઈને ગુજરાત બોર્ડના ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો હતો.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરાઈ છે અને આગળની કામગીરી અંગે કેન્દ્ર સરકાર વિગતવાર ગાઈડલાન બહાર પાડવામાં આવશે જે મુજબ કામગીરી થશે.
ગઈકાલે 1 જૂલાઈ થી 16 જૂલાઈ દરમ્યાન ધોરણ 12ની પરીક્ષા યોજવાનું સમય પત્રક શિક્ષણ વિભાગે બહાર પાડ્યુ હતું.
