Skip to main content
Settings Settings for Dark

108 મેડીકલ ઇમરજન્સીમાં 800 જેટલી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ: નીતિન પટેલ

Live TV

X
  • 108 મેડીકલ ઇમરજન્સી સેવા એટલે ગુજરાતની એવી મેડીકલ સેવા કે જેના થકી લાખો દર્દીઓના જીવ બચ્યા છે. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા 108ની સેવાનો વ્યાપ વધારવાના હેતુથી નવી 25 એમ્બ્યુલન્સ 108ને સુપરત કરવામાં આવી હતી. તો હજી પણ આગામી બે થી ત્રણ મહિનામાં વધારાની 75 જેટલી એમ્બ્યુલન્સ 108ને ફાળવવામાં આવશે. આ જાહેરાત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2007માં 108ની સેવા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફક્ત સાત એમ્બ્યુલન્સથી શરુ કરી હતી. જે બે વર્ષમાં 400 પર પહોંચી હતી. અને આજે 108 મેડીકલ ઇમરજન્સીમાં  800 જેટલી એમ્બ્યુલન્સ છે.  જે ગુજરાતમાં લાખો દર્દીઓના જીવને બચાવી ચુકી છે. 108 સેવા શરુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી 108માં કુલ 1.22 કરોડ દર્દીઓનો મેડીકલ એમ્બ્યુલન્સથી  સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply