અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની સુવિધા શરુ
Live TV
-
27 મી મે થી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની સુવિધા શરુ કરવામાં આવી છે. જેને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એપોલો હોસ્પિટલના સહયોગથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી આ સુવિધાનો લોકો લાભ લઈ શકશે. જેમાં દરરોજ એક હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે અને દરેક વ્યક્તિએ વેક્સિન દીઠ રુપિયા એક હજારનો ચાર્જ ચુકવવો પડશે.
