અમદાવાદ - ગાંધીનગરને જોડતો વૈષ્ણોદેવી સર્કલ ફ્લાય ઓવર ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મૂકાશે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અમદાવાદ - ગાંધીનગરને જોડતા વૈષ્ણોદેવી સર્કલ ફ્લાય ઓવરની મુલાકાત લીધી હતી. તેઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે ફ્લાય ઓવરની ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આશરે ૨૮ કરોડના ખર્ચે બનનાર આ ફ્લાયઓવર બ્રિજ આગામી એક અઠવાડિયામાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. નેશનલ હાઈવે પરથી દરરોજના આશરે એક લાખ લોકો અહીંયાથી પસાર થાય છે ત્યારે આ બ્રિજ ગાંધીનગર, ચિલોડા, હિંમતનગર, મહેસાણા સહિત વિવિધ જિલ્લાઓમાં જનાર માટે ખૂબ જ ઉપયોગી રહેશે. હાલમાં સિક્સ લેન પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યુ છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે રાજ્યનાં નાગરિકોની સગવડ માટે સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. અગાઉ સરખેજ ગાંધીનગર ચિલોડા માર્ગને 6 લેન બનાવ્યો છે. ત્યારે જાહેર કરાયેલી સમય મર્યાદામાં વૈષ્ણોદેવી સર્કલ ફ્લાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે.
