Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 91.82 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 91.82 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજાર 7 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કોરોનાના 7 લાખ, 32 હજાર, 748 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ જ સમયગાળામાં કોરોનાના નવા 3 હજાર 85 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 7 લાખ, 97 હજાર 997 થઈ છે. અત્યારે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 55 હજાર 548 છે. આ પૈકી 54 હજાર 954 દર્દીઓની સ્થિતી સ્થિર છે, જ્યારે 594 વેન્ટીલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 9 હજાર 701 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એક કરોડ 60 લાખ 50 હજાર 096 લોકોને કોવીડની રસી આપવામાં આવી છે. ગઈકાલે 18થી 44 વર્ષના એક લાખ, બાર હજાર, 381 લાભાર્થીઓને જ્યારે 45 વર્ષ કે તેથી વધુ વયના 97 હજાર 229 નાગરીકોને કોવીડની રસી આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply