અમદાવાદના પાલડી વિસ્તારમાં બનેલા નવા પોલીસ સ્ટેશનનું થયું લોકાર્પણ
Live TV
-
અમદાવાદના પાલડી વિસ્તારમાં બનેલા નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું. તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલડી ખાતે બનેલા બહુમાળી પોલીસ સ્ટેશનમાં લિફ્ટ, જન સેવા કેન્દ્ર, વાઇફાઇ અને આધુનિક વર્ક કલચર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પત્રકારોને સંબોધતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 2 કરોડના ખર્ચે બનાવાયેલા આ પોલીસ સ્ટેશનમાં અરજદારોને પૂરતી વ્યવસ્થા મળશે અને પોલીસ કર્મીઓને સાનુકૂળ વાતાવરણ મળશે.
