રાજયમાં ખેડૂતો તેમની ખેતપેદાશનું અનુકૂળ ભાવે વેચાણ કરી શકે તે માટે પોસ્ટ વિભાગની અનોખી પહેલ
Live TV
-
રાજ્યમાં ખેડૂતો તેમની ખેતપેદાશનું અનુકૂળ ભાવે વેચાણ કરી શકે તે માટે પોસ્ટ વિભાગ ડિઝીટલ પ્લેટફોર્મ પુરું પાડશે
રાજયમાં ખેડૂતો તેમની ખેતપેદાશનું અનુકૂળ ભાવે વેચાણ કરી શકે તેમાટે પોસ્ટ વિભાગ ડિઝીટલ પ્લેટફોર્મ પુરું પાડશે. જે માટે મહેસાણા પોસ્ટ- ઓફિસ ડિવિઝનની પાઈલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરાઈ છે. જેમાં એગ્રીબીડ પ્રાઈવેટ લીમીડેટ સાથે મહેસાણા પોસ્ટ વિભાગે જોડાણ કર્યું છે. એક ફોર્મ પોસ્ટ ઓફિસથી ખેડૂત મેળવી શકશે જેમાં ખેતપેદાશ, ઈચ્છીત ભાવ વગેરે દર્શાવવાનું રહેશે. મહેસાણા પોસ્ટ સુપ્રિન્ટેડેન્ટ આર.એ.ગૌસ્વામીએ જણાવ્યું છે કે, જિલ્લાની કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખેડૂત ખેતપેદાશનાં વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કોઈએક ખેડૂત કે સમૂહમાં પણ માલ વેચાણ કરી શકાશે.
