માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં આપી હાજરી
Live TV
-
2019ની લોકસભા ચૂંટણી વખતે કર્ણાટકની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વિવાદિત ટિપ્પણી કરી હતી. જેના સંદર્ભમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.
માનહાનિ કેસના સંદર્ભમાં સુરતની કોર્ટ થયેલી સુનાવણી પૂર્ણ થઈ હતી. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીનું નિવેદન લેવામાં આવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણી વખતે કર્ણાટકની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વિવાદિત ટિપ્પણી કરી હતી. જેના સંદર્ભમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો. જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધી જવાબ નોંધાવવા આજે સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરત પહોંચતા જ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્થાનિક કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
